પૂછો ડોક્ટરને....
English

સરકારી યોજનાઓ

ચિરંજીવી યોજના

ચિરંજીવી યોજના એ ગુજરાત રાજ્ય સરકારની અદભૂત પ્રાઈવેટ પબ્લીક પાર્ટનરશીપ યોજના છે. આ યોજના અંતર્ગત બી પી એલ કુટુંબની સગર્ભા મહિલા પોતાની પસંદગીની પાઈવેટ હૉસ્પિટલમાં વિના મૂલ્યે પ્રસૂતિ કરાવી શકે છે. આ યોજના અંતર્ગત નોર્મલ પ્રસૂતિ, જોખમી પ્રસૂતિ કે સિઝેરિયન ઑપરેશન સુધીની તમામ પ્રકારની મેડીકલ સેવાઓ દર્દીને વિના મૂલ્યે મળી રહે છે. હૉસ્પિટલની સેવાઓ ઉપરાંત દવા, લેબોરેટરીની તપાસ, એનેસ્થેસિયા, હૉસ્પિટલમાં આવવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, હૉસ્પિટલમાં રહેવા તથા જમવાની તથા જરૂર પડ્યે લોહી ચડાવવાનો ખર્ચ પણ યોજના અંતર્ગત સમાવિષ્ટ છે.

સગર્ભા બહેનોની પ્રસૂતિ પસંદગીની હૉસ્પિટલમાં થાય, તેની તમામ સારવાર વિના મૂલ્યે થાય, અને તેનાથી માતૃમરણ અને બાળમરણના દરને નીચો લાવી શકાય તે આ યોજનાના મુખ્ય હેતુઓ છે. ગુજરાત સરકારની આ અનોખી યોજનાએ ધારી અસરો સાબીત કરી બતાવી છે.

અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ ચિરંજીવી યોજના સાથે શરૂઆતથી જ જોડાયેલી છે. 8500 થી પણ વધુ લાભાર્થીઓને 2012 ના વર્ષ સુધી આ યોજનાનો લાભ આપનાર આ હૉસ્પિટલને પ્રસૂતિ વિષયક ઉત્કૃષ્ટ સેવાઓ આપવા બદલ 2007 અને 2009ના વર્ષો દરમિયાન ગુજરાત રાજ્ય સરકારે “ એપ્રિસિયેશન એવોર્ડ ” એનાયત કરી સન્માનિત કરેલ છે.

— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout