બ્લડ સ્ટોરેજ સેન્ટર

નાના શહેરોની હૉસ્પિટલમાં એક પણ સગર્ભા તપાસ કરાવ્યા વગર છેલ્લે દિવસે ઈમરજન્સીમાં પ્રસૂતિ માટે દાખલ થનાર માતાઓની સંખ્યા આજે પણ ઓછી નથી. અને જે માતાઓમાં પહેલેથી જ લોહીનું પ્રમાણ ઓછું છે તેમને પ્રસૂતિ સમયે રક્તસ્રાવ થવાની સંભાવના પણ વધુ રહે છે. આવા સમયે હોસ્પિટલમાં જ બ્લ્ડ સ્ટોરેજ સેન્ટર હોવાથી અસંખ્ય માતૃમરણ બચાવી શકાયાં છે.
મહેસાણા જેસિસ વોલન્ટરી બ્લડ બેંક તરફથી અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલને ટેસ્ટ કરેલું હોલ બ્લડ અને પી.સી.વી. પૂરાં પાડવામાં આવે છે. અમારી આ મધર બ્લડ બેંકમાં પૂરતા પ્રમાણમાં બ્લડનો સ્ટોક રહે તે માટે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ પણ અવારનવાર સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું આયોજન કરે છે.